ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકા મથકે પર સુરત વન વિભાગ, સુરત દ્રારા ઉમરપાડા રેન્જ અને વડપાડા રેન્જ ઓફિસના માધ્યમથી ” લાઇફ ફોર એન્વાયરમેન્ટ ” મિશન લાઇફ ફોર ગુજરાત ૨૦૨૩ શરૂઆત આઝાદી અમૃત મહોત્સવ અને જી-૨૦ ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ ઉમરપાડા તાલુકા મથકે પર સુરત વન વિભાગ,સુરત દ્રારા ઉમરપાડા રેન્જ અને વડપાડા રેન્જ ઓફિસના માધ્યમથી ” લાઇફ ફોર એન્વાયરમેન્ટ ” મિશન લાઇફ ફોર ગુજરાત ૨૦૨૩ શરૂઆત આઝાદી અમૃત મહોત્સવ અને જી-૨૦ ઉજવણી ઉમરપાડા રેન્જ ઓફિસ ખાતે પર્યાવરણ બચાવવા રોજીંદા જીવનમાં દરેક સંભવિત ફેરફાર લાવવા, પોતાથી શરૂઆત કરીને પર્યાવરણને સાનુકૂળ જીવનશૈલી અને વર્તન વિશે નિરંતર પ્રેરિત કરવા પ્રતિજ્ઞા લઇને વૃક્ષારોપણ થયું હતું.

વૃક્ષારોપણનો કાર્યક્રમનો શુભારંભ ઉમરપાડા રેન્જ ઓફિસ ફોરેસ્ટ ઓફિસર અનિલ પટેલ અને વડપાડા રેન્જ ઓફિસના ફોરેસ્ટ ઓફિસર ભોલેસિગ વસાવા અને સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિમાં કરાયો હતો.

Bookmark Now (0)