વાંસદા: છેલ્લા ઘણાં દિવસથી વાંસદા તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત વાંસદા પંચાયતમાં ચૂંટાયેલા સરપંચ, સભ્યો અને તલાટી વચ્ચે થયેલાં ડખાને લઈને તલાટી પુર્વેશ પરમાર રજા ઉપર ઉતરી ગયા હોવાથી હાલમાં ઇન્ચાર્જ તલાટીથી ગાડુ ચાલતું હોવાનું સામે આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા ગ્રામ પંચાયતની ચુંટણીમાં લોકોએ સભ્યો અને સરપંચ મતો આપી ચુંટી તો લાવ્યા પણ સરપંચ, સભ્યો અને તલાટી વચ્ચે ચાલતી તકરારને લઈને તલાટી પુર્વેશ પરમાર રજા પર ઉતરી જતા શાળા કોલેજોમાં એડમિશન લેવા માટે દાખલા, લોન લેવા માટે દાખલા કે અન્ય કામોની અરજીનો નિકાલ છેલ્લા ઘણા સમયથી અટવાઈ રહ્યો છે. એવું જાણવા મળ્યું છે કે ગ્રામ પંચાયતમાં કરેલા વિકાસના કામોના બીલ પણ મંજૂર થતાં નથી અને પેમેન્ટ પણ થયું નથી. અને સામાન્ય સભા પણ પાછલા માસથી મળી નથી

હાલમાં ઇન્ચાર્જ તલાટીથી ગાડુ ગબડાવાઈ રહ્યું છે. પણ સમય પર કામો પુરા ન થવાના લીધે લોકોને હાલાકી પડી રહી છે. આ મુદ્દે BJP વોટ્સએપ ગ્રૂપમાં ભાજપના વાંસદાના માજી શહેર પ્રમુખ હર્ષિલ ઢીમ્મરે જિલ્લા પંચાયત પ્રમુખ તથા સભ્યો, હોદ્દેદારો તથા તાલુકા પંચાયત પ્રમુખ-સભ્યો અને હોદ્દેદારોને લેખિત રજુવાત નિકાલ લાવવા વિનંતી કરી છે.