સાપુતારા: 56 મુસાફરો સાથે નાશિક થી શિરડી થઈ સાપુતારા થી સાણંદ જતી વખતે માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ઉપરના વળાંકમાં બ્રેક ફેલ થઈ જતા વહેલી સવારે બસ પલટી મારી જતાં ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હોવાનું જણાવા મળ્યું છે

Decision News ને મળેલી માહિતી મુજબ ગયેલ પરફેક્ટ કોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડની GJ -01-CT-9279 નબરની બસ 56 મુસાફરો સાથે નાશિક થી શિરડી થઈ સાપુતારા થી સાણંદ જી રહી હતી ત્યારે માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ઉપરના વળાંકમાં બ્રેક ફેલ થઈ જતા વહેલી સવારે બસ પલટી ગઈ હતી. આ બસ 7 મેં 2023ના રોજ સાણંદથી નીકળી હતી અને પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માત નડયો હતો. બસ ચાલકોનું નામ વિષ્ણુભાઈ મુળજીભાઈ પટેલ અને હમીદખાન કલેખાન પઠાણ છે. અને બસ માલિકનું નામ પરેશભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતમાં હાલ જાણકારી મળ્યા અનુસાર 38 મુસાફરોને ઈજા થવા પામી છે. ગંભીર રીતે ઈજા પામેલા 13 જેટલાં મુસાફરોને નજીકમાં આવેલા શામગહાન CHC માં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 20 જેટલા ઘાયલ મુસાફરોને આહવા સિવિલમાં અને 5 મુસાફરોને સુરત રીફર કરવામાં આવ્યા છે અને સદનસીબે અકસ્માતમાં બચી ગયેલા અન્ય મુસાફરોને માલેગાંવ રેસ્ટ હાઉસ રાખવામાં આવ્યા છે.