વઘઈ: ગતરોજના વરસાદી વાતાવરણ વચ્ચે ડાંગના વઘઇ ગામની હદમાં આવેલ જંગલ નાકા પાસે જંગલ ખાતાની નર્સરી નજીક એક બાઈક ચાલક અને વાંસદા-આહવા ST બસ વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું મોત થયાની માહિતી મળી છે.

સ્થાનિક સુત્રોના Decision News જણાવ્યા અનુસાર વઘઇ તાલુકાના કુંડકસ ગામમાં રહેતા નિતેશ પવાર તેની હોન્ડા સાઈન બાઈક પર તેના મિત્ર અમિત પવાર સાથે વઘઇ ગામની હદમાં જ જંગલ નાકા પાસે આવેલી જંગલ ખાતાની નર્સરીની નજીકથી જી રહ્યા હતા ત્યારે સામેથી આવતી વાંસદા-આહવા ST બસના ચાલકે બાઈકને અડફેટે લેતા નિતેશ પવારને માથામાં ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ ગયું હતું.

આ અકસ્માતમાં અમિત પવારને હાથ અને પગમાં ગંભીર ઈજા થવા પામી છે. આ ઘટનાને લઈને નિતેશ પવારની પત્ની અંજના પવારે વઘઇ પોલીસ સ્ટેશને બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.જેને લઈને પોલીસે પોતાની કાર્યવાહી હાથ ધરી છે.