પોલીસ જયારે મેડિકલ ટેસ્ટ માટે માફિયા અતીક અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે હોસ્પિટલ લઈ જઈ રહી હતી ત્યારે પોલીસની નજરો હેઠળ મીડિયા પર્સન તરીકે આવેલા ત્રણ યુવકોએ પ્રયાગરાજમાં બંનેને ગોળી મારીને હત્યા કરી નાખ્યાનું સામે આવ્યું છે
આ ઘટનાને અંજામ આપનારા લવલેશ, સની અને અરુણ મૌર્ય નામના વ્યક્તિઓ છે. તેમની પાસે મીડિયા કાર્ડ, કેમેરા અને માઈક મળી આવ્યા છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડીયો…
આ હુમલામાં કોન્સ્ટેબલ માનસિંહ ગોળીથી ઘવાયા છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. ત્રણેય હુમલાખોરોએ પોલીસને સરેન્ડર કરી દીધું છે. યુપી પોલીસ હાલમાં આ ઘટના મુદ્દે કંઈ પણ જવાબ આપવા તૈયાર નથી. હુમલા પછી તાત્કાલિક યુપીના ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર CM યોગીને મળ્યા હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં UPમાં હાઇએલર્ટ છે.

