નર્મદા: આદિવાસી સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણની તો વાત દુર રહી પણ ગુજરાતની જીવદોરી કહેવાતી નર્મદા નદી કલ્પસર ન બની અને નર્મદા નહેરો 50 ટકા નિષ્ફળ છતાં નર્મદા બંધનું પાણી દુબઈ લઈ જવા યોજના બની હોવાની ચર્ચા બહાર આવતા સમગ્ર વિસ્તારમાં આદિવાસી લોકો આક્રોશમાં આવ્યા છે.

જુઓ વિડીઓ…

ગતરોજ એક મિડિયા ચેનલ માં ઈન્ટરવ્યુ દર્મિયાન આદિવાસી સમસ્યાઓ અને નિરાકરણ ની વાતચીત કરતા સમયે રોમેલ સુતરિયા દ્વારા વ્યારા સુગર ફેકટરી જેમાં ૩૧,000 ટન શેરડી ના નાણાં ખેડૂતો ને તેમજ કર્મચારીઓ ને આપવાના થાય છે, ૧૩૬ કરોડનું વ્યારા સુગર ફેકટરી નું દેવું, જંગલ જમીન અધિકાર અધિનિયમ ૨૦૦૫/૬ નું આટલાં વર્ષો પછી પણ સંપૂર્ણ અમલીકરણ નથી થયું.૧,૮૨,૮૭૯ દિશાઓમાં થી ૫૦% દાવાઓ પણ આજદિન સુધી મંજૂર થયા નથી. સમ્રુધ્ધ જીવન, વિશ્વામિત્રી, ઓસ્કાર, કલમ, જય વિનાયક, PACL, સહારા મૈત્રેયી, સિટ્સ/ટ્રિકલ (મિરાહ ગ્રુપ) જેવી કંપનીઓ દ્વારા આદિવાસીઓ પાસે રોકાણ કરાવી મોટા પાયે થયેલા અરબો રુપિયા ના પોન્ઝી ચિટફંડ કૌભાંડ,૭૩ એએ સત્તા પ્રકારની જમીનો આદિવાસીઓ પાસે થી છીનવી શકાય માટે અધિકારીઓની કુનીતી જેવા વિષયો ઉપર ધારદાર વિચારો રજુ કર્યા હતા.માત્ર સમસ્યાઓ ની વાત અને ફરિયાદ કરી નેત્રુત્વ કરવાથી વિશેષ હરહંમેશ સકારાત્મક અભિગમ સાથે નિરાકરણ ના વૈકલ્પિક વિચારો રજુ કરનાર રોમેલ સુતરિયા દ્વારા ગુજરાત સરકારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી આદિવાસી પ્રશ્નો ના નિરાકરણ માટે ગુજરાત સરકાર ને પહેલ કરવા સુચન કર્યું હતું.

ઘટસ્ફોટ ની વાત ત્યારે સર્જાય હતી કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ના હવાલે થી રોમેલ સુતરિયા એ નર્મદાનું પાણી દરિયાઈ માર્ગે મુંબઈ થી દુબઈ અંડર વોટર ટનલમાં ૨000 કિમી ની ટ્રેન શરૂ કરી ટાઈપ મારફતે પાણી દુબઈ મોકલવામાં આવનાર યોજના આકાર લઈ રહી હોવાની ચોંકાવનારી વિગતો જાહેર કરી હતી. નર્મદા ડેમના વિસ્તારના ખેડૂતો, આદિવાસીઓ અને ગુજરાત ને નર્મદા નું પાણી પૂરેપૂરું પહોંચે તે નેટવર્ક હજુ સંપૂર્ણ તૈયાર નથી થયું. ગુજરાત ના ખેડૂતો પાણી માટે માંગણીઓ કરતા રહ્યા છે ત્યારે રોમેલ છે સુતરિયા દ્વારા નવજીવન ન્યુઝ ના આઠ કલાક મેઘા લાઈવ શો માં કરવામા આવેલા આ ઘટસ્ફોટ ના પડઘા કેવા પડે છે જોવું રહ્યું.