રાજનીતિ: માનહાનિ કેસમાં સુરત કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યારે હાલમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે. જેન લઈને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી વાયનાડથી લોકસભા સભ્ય હતા. કોર્ટે રાહુલ ગાંધીને 2019માં કર્ણાટકની સભામાં મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, તમામ ચોરોની સરનેમ મોદી કેમ હોય છે. જેને લઈને તેમને સજા કરાઈ હતી.

સુપ્રીમ કોર્ટે 2013ના ચુકાદામાં જણાવ્યું હતું કે જો કોઈ જનપ્રતિનિધિ જેમ કે ધારાસભ્ય અથવા સાંસદને બે વર્ષ કે તેથી વધુની સજા થશે તો તેનું સભ્યપદ રદ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પ્રતિનિધિ ઉચ્ચ અદાલતમાં સજા વિરુદ્ધ અપીલ કરશે તો આ નિયમ લાગુ નહીં થાય. હાલમાં રાહુલ તરફથી હાઇકોર્ટમાં કોઈ અપીલ કરવામાં આવી નથી.