વલસાડ : ધરમપુર તાલુકાના વાંઝર્ટ ગામના મહિના પાડા ફળિયામાં રહેતા ૨૧ વર્ષીય જીગીશાબેન કમળભાઈ ગટકાને તા. 20 માર્ચે સવારથી પ્રસુતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ રોણવેલ 108 સ્થળ ઉપર જઈ મહિલાને એમ્બ્યુલન્સમાં બેસાડી પાયલોટ ધર્મેશભાઈ આહીર એમ્બ્યુલન્સને સ્ટેટ હોસ્પિટલ તરફ જવા રવાના થયા હતા પરંતુ જીગીશાબેન દુખાવો ઉપાડતા પાઇલટ ધર્મેશભાઈ આહીરે રસ્તાની સાઈડમાં એમ્બ્યુલન્સ ઉભી રાખી ઇએમટી પ્રિયંકાબેન પટેલે નોર્મલ ડિલિવરી કરાવી હતી ત્યારબાદ વધુ સારવાર માટે સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ખસેડયા હતા.

Bookmark Now (0)