ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધરમપુર તાલુકાના અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને ICDS વિભાગના બાળ વિકાસ યોજના અધિકારી નીલમ બેન આદિવાસીઓના કામના સંદર્ભમાં તું તું મે મે થઈ જવા પામી હતી.
જુઓ વિડીયો..
Decision News ને મળેલી વિગતો મુજબ આ સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નો અગે ચર્ચા કરવામાં આવી. કલ્પેશ પટેલ જણાવે છે કે 09 માર્ચ 2022 ના દીને ધરમપુર તાલુકા પંચાયત ની ICDS શાખામાં ગરીબ આદિવાસીઓ કામ લઇને જાય છે તો ICDS વિભાગના બાળ વિકાસ યોજના અધિકારી નીલમ બેન દ્વારા કામ અર્થે આવેલ બહેનના જણાવ્યા મુજબ 5 વાગ્યા સુધી બેસી રહેલ હતા જે અંગે સવાલ કરતા પોતાના હોદ્દાનો રુબાબ બતાવવા લાગ્યા એ બેનને ગરીબ આદિવાસીઓના કામ કરવામાં રસ નથી એવું પુરવાર થાય છે.