ડાંગ: હાલમાં ગુજરાતભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડાંગ જીલ્લામાં પણ કડાકાભેર વરસાદ વરસી રહ્યો છે જેમાં એક સુનિલભાઈ નામના વ્યક્તિ પર વીજળી પડ્યાના કારણે ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ડાંગ જીલ્લામાં હાલમાં કડાકાભેર વરસાદ વરસી રહ્યો છે તેમાં ડાંગના બેહડુંન ગામના એક સુનિલભાઈ નામના વ્યક્તિ GJ-30-C-9549 નંબર ની બાઇક લઈને પર વીજળી પડ્યાના કારણે ઘટના સ્થળ પર જ મોત થયાની ઘટના ઘટિત થઈ હતી.

ડાંગના પીપરી ગામના જ એક યુવાના જણાવ્યા અનુસાર સુનિલભાઈ પર વીજળી પડતાં તેઓ બાઇક પરથી પડી ગયા ને ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. આ ઘટના 40 મિનિટ પહેલા ઘટવા પામી છે એમ તેમનું કહેવું છે. હાલમાં તેમના સગાં સંબધીને જાણ કરવામાં આવી રહી છે.