વાંસદા: ગતરોજ વાંસદામાં ગ્રામ પંચાયત એટલે ગ્રામ્ય વિકાસનું મંદિર હોવાનું લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટની સહાયથી ગ્રામ પંચાયત, કોમ્યુનિટી હોલ અને રાજમાતા જીજાબાઇ કન્યા છાત્રાલય ચૌંઢા લોકર્પણ સમારોહનું. આયોજન કરવામાં આવ્યું હતું
Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શ્રમ રોજગાર, ગ્રામ વિકાસ રાજય મંત્રી કુંવરજીભાઈ હળપતિ હાજર રહ્યા હતા. તેમણે કહ્યુ કે રાજ્ય સરકારના સંવેદનશીલ નિર્ણયોના કારણે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને લાભ થયો છે. રાજ્ય સરકાર દ્વારા પાણી ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગો માટે પણ રાજ્ય સરકારે ભગીરથ કામો કર્યા અને તેના પરિણામો લોકોની સુખાકારીમાં વધારો થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સંવેદનશીલતાની કાર્યપ્રણાલી અપનાવી છે. છેવાડાના વિસ્તારમાં પાયાની સુવિધાઓ પૂરી પાડી સમતોલ વિકાસ કરવા માટે સરકાર કટિબદ્ધ છે તેમ તેમણે વધુમાં કહ્યું હતું.
આ પ્રસંગે વલસાડ સાંસદ ડો.કે.સી.પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઇ ગાંવિત, પ્રાયોજના વહિવટદાર એમ.એલ.નલવાયા, અગ્રણીઓ પિયુષભાઇ પટેલ, અર્જુનભાઇ ચૌધરી, ટ્રસ્ટી અતિક દેસાઇ તેમજ અધિકારી-પદાધિકારીઓ, સરપંચો તેમજ ગ્રામજનો હાજરી આપી હતી.

