વાંસદા: આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વ પર વાંસદા ધરમપુર હાઈવે પર વાડીચોંઢાં ગામમાં આવેલા વળાંક પાસે KTM બાઈક અને ફોર વ્હીકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકોને માથામાં ગંભીર ઈજા પોહ્ચતા વાંસદા સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની સ્થિતિ બહેતર હોવાના સમાચાર મળી રહ્યા છે

જુઓ વિડીયો…

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર હાઈવે પર વાડીચોંઢાં ગામમાં આવેલા વળાંક પાસે KTM બાઈક અને ફોર વ્હીકલ વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક સવારો જે યુવાનો ગંભીર રીતે ઘવાયા છે એ ચીખલી તાલુકાના માંડવખડક ગામના ડુંગરપાડા ફળિયાના હાર્દિકભાઈ અને તેજશભાઈ છે અને ફોર વ્હીકલ વાપીની છે જેને પાછળનું ટાયર ફાટી ગયું છે જ્યારે KTM બાઈકનો તો ઘટના સ્થળ પર જ કચ્ચરઘાણ થઇ ગયું હતું. હાલમાં બંને યુવાનોની સ્થિતિ બહેતર હોવાના સમાચાર હોસ્પિટલમાંથી  મળી રહ્યા છે.