ધરમપુર: આજરોજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી અને મહામહિમ રાજ્યપાલશ્રીને આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલ જોહાર શબ્દનો ઉપયોગ આદિવાસી વિસ્તારમાં ફરજિયાત બોલવા અંગેનું જાહેરનામું પાડવા બાબતે TDO શ્રી ધરમપુર મારફત રાજુઆત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે જોહાર શબ્દ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલ શબ્દ છે. આદિવાસી સંસ્કૃતિમાં જોહાર બોલીને લોકોને અભિવાદન કરવાની પરંપરા છે. ત્યારે આ ગુજરાત રાજ્યની વિશિષ્ટ સંસ્કૃતિ અને સમૃદ્ધ પરંપરા દર્શાવે છે, આદિવાસી વિસ્તારમાં તમામ પ્રકારના સરકારી કાર્યક્રમોમાં મહાનુભાવોને આવકારવા માટે ગુલદસ્તો ફૂલનો ઉપયોગ કરવાને બદલે ભારત દેશનું બંધારણ (સંવિધાન) અથવા છોડ આપીને તેનું સ્વાગત કરવું જોઈએ કારણકે આ દેશના મૂળ માલિક આદિવાસીઓ છે જેથી ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત આદિવાસી વિસ્તારના કાર્યક્રમો, સરકારી કાર્યક્રમોમાં નમસ્કાર, શુભેચ્છા માટે જોહાર શબ્દનો ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ.
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવે છે કે આદિવાસી સમજે સાચવેલ જળ,જંગલ, જમીન ના કારણે લોકો ને સ્વચ્છ હવા,પાણી મળે છે -જેથી ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારમાં ગુજરાત સરકાર દ્વારા આયોજીત તમામ કાર્યક્રમોમાં નમસ્કાર શબ્દને બદલે જે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલ શબ્દ જોહારનો ઉપયોગ ફરજીયાત કરવા અંગેનું જાહેરનામું પડવું જોઈએ ની રજુવાત કરાઈ છે.

