ગુજરાત: આપણાં નાણાંમંત્રી શ્રી નિર્મલા સીતારમનની જાહેરાતથી ભારતના ગ્રામીણ અને શહેરી ગરીબો માટે 1 ફેબ્રુઆરીથી રાશન કાર્ડ ધારોકોને મફત અનાજ આપવની જાહેરાત કરતાં ગરીબ વર્ગને થોડીક આ મોંઘવારીની માર ઓછી પડતી દેખાઈ રહી છે.

ઘણા સમયથી વધતી જતી મોંઘવારી ગરીબ અને મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે, આ મોંઘવારી અંધારામાં અજવાળું આપતું દિપક રૂપી ગરીબને દેખાઈ રહ્યું છે. દાખલા તરીકે જોઈએ તો રાશન કાર્ડ ધારકોમાં સોથી વધારે ગરીબી રેખાનીચે જીવતા આદિવાસી જોવામળે ખાસ કરીને ડાંગ જિલ્લlમાં આદિવાસીની સંખ્યા વધારે જોવા મળે, આદિવાસી વિસ્તારમાં રોજગારીની તકોનો અભાવથી બેરોજગારી પણ વધારે જોવા મળતી હોય છે ત્યારે સરકારની આવી યોજના લોકો માટે જીવાદોરીનું રૂપ બનતી હોય.

PMGKAYને નવેસરથી લાગુ કરતાં સરકારને રૂ. 2 ટ્રિલિયનનો ખર્ચ થશે, આ યોજનાનો મુખ્ય ઉદેશ ફક્ત દર મહિને પરિવાર દીઠ 1 કિલો ચણા વ્યક્તિદીઠ 5 કિલો ઘઉ કે ચોખા આશરે 800 મિલિયન ગરીબ વર્ગને આપવાની યોજના સરકારે બનાવી છે.