વલસાડ: ગતરોજ વલસાડ જીલ્લાના પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ખેરલાવ પ્રાથમિક શાળાના ધોરણ 7 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જિયાંશ મનીષભાઈ પટેલ અને ગણિત વિજ્ઞાનના શિક્ષક શ્રી ચેતનકુમાર રમેશભાઈ પટેલ દ્રારા ઈન્સ્પાયર એવોર્ડ અંતર્ગત તૈયાર કરાયેલ કૃતિ LIFE SAVING WINDOW ની પસંદગી રાજ્ય કક્ષાએ થયેલ હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રદર્શન તા 23/01 2023 થી તા 25/01/2023 દરમિયાન સુરત બારડોલી ખાતે યોજાયેલ હતું. જેમાં રાજ્યના તમામ જીલ્લાઓમાંથી 60 જેટલી કૃતિઓ એ ભાગ લીધેલ હતો. તે પૈકી ખેરલાવ પ્રાથમિક શાળાની કૃતિ LIFE SAVING WINDOW ની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ થયેલ છે. તે બદલ શાળાના આચાર્યશ્રી,શાળા પરિવાર, ગામના સરપંચ શ્રી અને ગ્રામજનો સહર્ષ આનંદની લાગણી અનુભવે છે.અને કૃતિ તૈયાર કરનાર બાળક અને માર્ગદર્શક શિક્ષક્ને શુભેચ્છાઓ પાઠવી છે.
ખેરલાવ ગામના સરપંચ મયંક પટેલ જણાવે છે કે આ એવોર્ડ પ્રાપ્તિ ગામની શાળાના વિદ્યાર્થીઓમાં એક નવા પ્રાણ ફુકાવાનું કામ કરશે એ નક્કી છે આવનારા દિવસોમાં પણ આ ગામના વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃતિઓમાં ખુબ આગળ વધે એ માટે ના અમે પ્રયાસ કરીશું.

