વાંસદા: ગુજરાતના ખૂણે ખૂણે ઉજવાયેલા 26 મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવાર સમા 74માં પ્રજાસત્તાક દિન નિમિત્તે વાંસદા તાલુકાના રંગપુર ગામ ખાતે રાત્રિ દરમિયાન ડો. વિશાલની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના રંગપુર ગામ ખાતે 74માં પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વાંસદાના ડેપ્યુટી કલેક્ટરશ્રી, તાલુકાના શાસક પક્ષના નેતા બિપીનભાઈ માહલા,ગામના સરપંચશ્રી,તથા મોટી સંખ્યામાં ગ્રામજનો શાળાના શિક્ષકશ્રીઓ ,બાળકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
આ પ્રસંગે ડો. વિશાલ પટેલે જણાવ્યું કે વાંસદા તાલુકાના રંગપુર ગામ સાથે મારો ખુબ જ જુનો અને ઘરનો નાતો છે રંગપુર ગામની આ શાળા મારા માટે શાળા નહિ પણ એક યુનિવર્સીટી છે જેમાં અલગ અલગ પ્રકારની પ્રવૃતિઓથી બાળકોમાં સંસ્કારોનું અને શિક્ષણનું સિંચન થાય છે. બાળકોને જ્ઞાન પીરસતા શિક્ષકો પણ ખુબ જ ઉત્સાહી અને મહેનતુ છે જે ગામની શોભા સમાન છે.

