ડેડિયાપાડા: આદિવાસી સમાજના લગ્ન પ્રસંગમાં હાજરી આપી વરરાજા ને ખભા પર બેસાડી ડાન્સ કરતો વીડિયો વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હજુ એકવાર પોતાના વરરાજા મિત્રને ભેટ આપવાને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે ડેડિયાપાડા લોકોને જરૂરિયાત ચીજ વસ્તુઓમાં હાલાકી બાબતે સતત ઉઠતો અવાજ એટલે ચૈતર વસાવા.. આ ધારાસભ્યનું નામ સતત ચર્ચામાં રહે છે ગતરોજ ડેડીયાપાડા તાલુકાના મોસ્કુટ ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી ધારાસભ્ય ચૈતર વસાવા એ હાજરી આપી વડપાડા (મોસ્કુટ) ગામના સરપંચ સહિત આગેવાનોની ઉસ્થિતિમાં અને કાયદાકી રીતે જાગૃત કરવા અને શિક્ષણને મહત્વ આપી સમાજને એક નવી દિશા તરફ વાળવાના પ્રયાસ રૂપે ભારતીય બંધારણ ના પુસ્તકની ભેટ આપી હતી.
સામાન્ય રીતે આદિવાસી વિસ્તારમાં ચાંદલા વિધિ પ્રસંગે પૈસા,વાસણ, કબાટ, ખુરશી, જેવી નવી નવી જરૂરિયાત વસ્તુઓ ભેટ અપાઈ છે. ચૈતર વસાવાએ એક પહેલી સરસ પહેલ કરી પુસ્તકો ભેટમાં આપી ઉપસ્થિતોનાહતા લોકોના દિલ જીતી લીધા.

            
		








