ડાંગ: ગતરોજ ડાંગના ભેંસકાતરી રેંજનાં આર. એફ.ઓ.એસ.કે.કોંકણીની વન કર્મીઓની ટીમે બાતમીના આધારે લાગુ ડાંગ અને તાપી જિલ્લાનાં સરહદીય જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ દરમિયાન શિરીષપાડાથી XUV ગાડીમાં ગેરકાયદેસર સાગી ચોરસા પકડી પાડયા હતા.

વન કર્મીઓની ટીમના સભ્ય દ્વારા જણાવ્યા મુજબ અમે ભેંસકાતરી રેંજ દ્વારા મળેલી બાતમી પ્રમાણે વોચ ગોઠવી હતી. ત્યારે G-J-01.KU-6373 નંબરની XUV ગાડી પર શંકા જતાં તેને રોકી હતી. ગભરાયેલા ગાડીનાં ચાલકે શિરીષપાડાથી સૈરેયા રોડ પરથી વ્યારા તરફ ગાડી લઇ નાસી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ ભેંસકાતરી રેંજની ટીમ દ્વારા સમયસર વ્યારા વન વિભાગની ટીમને જાણ કરી દેતાં નાકાબંધી કરી દેવામાં આવી અને XUV ગાડીને 50 કિલોમીટર દૂર ધનમોલી ગામમાં પકડી પાડી હતી.

ટીમનું કહેવું છે કે  ગાડીનો ચાલક રાતના અંધારાનો લાભ લઈ ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો ગાડીમાંથી લગભગ 65,000 હજારના ગેરકાયદેસર સાગી ચોરસા નંગ-12  અને 4,50,000 લાખની  XUV ગાડી એમ મળીને કુલ 5,15,000 નો મુદ્દામાલ કબજો લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.