દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ચીખલી: દક્ષિણ ગુજરાત ચીખલી ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા 4 જાન્યુઆરીના રોજથી હડતાલ જાહેર કરવામાં આવી હતી જેનો આજે ધારાસભ્ય નરેશ પટેલ સાથે બેઠક કરી હડતાલનો અંત આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ચીખલી વિસ્તારની ક્વોરીઓમાંથી સિમેન્ટ કોલસાની રિટર્ન ગાડીઓમાં ખનીજ ભરી અપાતા સ્થાનિક ટ્રક માલિકોના ધંધા રોજગાર પર અસર થવાના પગલે દક્ષિણ ગુજરાત ચીખલી ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્ફેર એસોસિએશને 4 જાન્યુ.ના રોજ હડતાલ જાહેર કરી હતી અને ટ્રકોના પૈડા થંભી ગયા હતા. ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં જિલ્લા ક્વોરી એસો.ના પ્રમુખ સલીમભાઈ પટેલ, ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાજપુત મંત્રી વિઠ્ઠલભાઈ ઉપરાંત દેવજીભાઈ ગોંડલીયા કિશોરભાઈ એપીએમસી, ધારાસભ્ય નરેશભાઈ પટેલ, ભાજપના મહામંત્રી ડો.અશ્વિન પટેલ, ભાજપના મયંક પટેલ, મહામંત્રી સમીર પટેલ, સમરોલીના સંજય પટેલની હાજરીમાં બેઠકમાં યોજાઈ અને લાંબી ચર્ચાઓ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલે ટ્રક એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોને રિટર્ન ગાડીઓમાં ખનીજ ન ભરાઈ અને સ્થાનિક ટ્રક માલિકોના ધંધા રોજગારને અસર નહીં થાય તેવા નિર્ણય કરી તેની ખાતરી અપાયા બાદ ટ્રક એસોસિએશન દ્વારા હડતાલનો અંત લાવવામાં આવ્યો અને ફરીથી ટ્રકો રસ્તા પર દોડતી થઈ ગઈ હતી. જોકે એક સપ્તાહમાં આખરી નિર્ણય શું આવશે.