ચીખલી: ગ્રામિણ વિસ્તારોમાં પણ હવે અકસ્માતોના બનાવો વધુ પ્રમાણમાં બની રહ્યા છે ત્યારે ચીખલી તાલુકાના રાનકુવા ગામ નજીક અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો જેમાં શેરડી ભરેલી ટ્રકે કારને અડફેટે આવતાં કાર નહેરમાં જઈને ખાબકી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબનવસારી જિલ્લાના ચીખલી વાંસદા માર્ગ ઉપર કુકેરી ગામે ટ્રક ચાલકે ડિવાયડર કુદવી ને રોંગ સાઈડે ધસી જઈ ઈનોવા કાર સાથે અથડાવી દઈ ચાર પાંચ પલટી ખવડાવી દેતા ઈનોવા ગરનાળામાં ખાબકી હતી. જ્યારે ટ્રક પણ પલટી ગઈ કે ઇનોવામાં સવાર અમદાવાદ જિલ્લના પાંચ પૈકી બે વ્યકિતના મોત થયા હતા. ઈનોવા સવાર વ્યક્તિઓ શિરડી – શનિદેવના દર્શન કરી સાપુતારા થઈ અમદાવાદ જઈ રહ્યા હતા.
આ બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી વાંસદા માર્ગ ઉપર કૂકેરી ગામની હદમાં બુધવારે સવારે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં ટ્રક (નં જીજે – ૧૬ એકસ – ૯૩૬૮) ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી ટ્રકને રોડ ડિવાયડર કુદાવી રોંગ સાઈડે ધસી જઈ સામેથી આવી રહેલી ઈનોવા ગાડી (નં. જીજે- ૧ એચડબલ્યુ-૩૫૨૫) સાથે ધડાકાભેર અથડાવી દીધી હતી. આ અક્માતમાં ઈનોવા ચારથી પાંચ પલટી મારીને રોડની સાઈડમાં આવેલા ગરનાળામાં ખાબકી હતી. જ્યારે ટ્રક પણ રોડ પર પલટી ગઈ હતી. ઈનોવામાં સવાર પાંચ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. જે પૈકી ઘનશ્યામભાઈ કાળુભાઇ ટોતા (રહે.અમલીયારા ગામ તા.ધોળકા, જી. અમદાવાદ) નું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે પ્રકાશભાઈ રમણભાઈ પટેલ (રહે. ચલોડા ગામ તા. ધોળકા, જી. અમદાવાદ) ને સારવાર માટે ચીખલી રેફરલ હોસ્પિટલમાં કઈ જવાતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે નારણભાઈ સરધનભાઈ ભરવાડ ( રહે. રેડપુરા, તા. ધોળકા, જી.અમદાવાદ),અરવિંદભાઈ રણછોડભાઈ ઠાકોર(રહે. ધોરજીપુરા, તા. ધોળકા, જી.અમદાવાદ) અને મનિષ ધીરુભાઈ પટેલ (રહે ધોળકા, મીઠીકુઈ પાસે, દેવતિર્થ સોસાયટી, જી. અમદાવાદ) ને ઈજા પહોંચી હતી. અમદાવાદ જિલ્લાના મિત્રો શિરડી સાંઈબાબા અને શનિદેવના દર્શન કરી સાપુતારા રાત્રિ રોકાણ કર્યું હતું. અને બુધવારે સવારે ૯:૦૦ વાગે સાપુતારાથી અમદાવાદ જવા નીકળ્યા હતા. અને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. બનાવ અંગે ની ફરિયાદ મનિષ પટેલે આપતા વધુ તપાસ ચીખલી પી. એસ.આઈ એમ. કે. ગામીત કરી રહ્યા છે.

