ગુજરાત: બે દિવસ પછી ગુજરાતમાં પ્રથમ ચરણનું જ્યારે લોકો ધારાસભ્યો અને મુખ્યમંત્રી માટે મતદાન કરશે ત્યારે મતાધિકારનો ઉપયોગ કરો તે પહેલા વોટર્સને 2 રૂપિયા વાળા નિયમની જાણકારી હોવી જોઇએ. ચોકી ગયાને.. તમે વાંચીને વિચારી રહ્યા હશો કે આખરે વોટિંગના સમયે 2 રૂપિયા શું કામ લાગી શકે અને આ રૂપિયાથી શું થશે.

આવો જાણીએ કે આ 2 રૂપિયા શું કામ લાગી શકે છે અને ચૂંટણી પંચનો 2 રૂપિયા વાળો નિયમ શું છે? ત્યાર બાદ જ્યારે તમે વોટ કરશો તો 2 રૂપિયા વાળો નિયમ કઇ રીતે કામ લાગશે. આ નિયમ VVPAT વ્યવસ્થાને ચેલેન્જ કરવા માટે છે. હવે ચૂંટણીમાં EVM સાથે એક VVPAT મશીન પણ રાખવામાં આવે છે. આ મશીન તમારા વોટની પુષ્ટી કરવા માટે કામ લાગે છે. જેવું તમે મશીનમાં વોટ કરો છો તો વોટ આપવાના થોડા સેકન્ડ બાદ VVPAT મશીનમાં એક ચિઠ્ઠી નીકળે છે અને તમે જેને વોટ આપ્યો છે તેનું ચૂંટણી ચિન્હ દેખાય છે, તેનાથી તમે તમારા વોટની પુષ્ટી કરી શકો છો કે તમે જેને વોટ આપ્યો છે, વોટિંગ મશીનમાં પણ તેમના નામ પર જ વોટ કાઉન્ટ થયો છે. એવામાં આ VVPATને લઇને 2 રૂપિયા વાળો નિયમ ઘણો કારગર છે.

2 રૂપિયાના નિયમ દ્વારા તમે વોરિંગ એજન્ટને 2 રૂપિયા આપીને વોટને વેરિફાઇ કરી શકો છો. જો તમને લાગે છે કે, તમે જેને વોટ આપ્યો છે, તેના નામની ચિઠ્ઠી VVPATમાં નથી નીકળી તો તમે ફરિયાદ કરી શકો છો. ત્યાર બાદ પોલિંગ એજન્ટ મતદાતાને ચેક કરાવે છે અને સંતુષ્ટ કરે છે કે તમે જેને વોટ આપ્યો છે, તેના નામ પર જ વોટ પડ્યો છે.