ઝઘડિયા: મારી દીકરીને લગ્નની લાલચ આપી દાહોદનો યુવાન ભગાડી ગયો.. હોવાની પોલીસ ફરિયાદ કરતાં માં- બાપએ પોતાની વ્યથા ઠાલવી હતી જેને લઈને પોલીસ હાલમાં ગુનો નોધી આરોપી યુવકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ઝઘડિયા એક ગામે રહેતી સગીર વયની યુવતીને દાહોદનો એક યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરિયાદ દીકરીના માં બાપ દ્વારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. આ ઘટના 9 નવેમ્બરના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસની છે. માં બાપનું કહેવું છે કે અમારી દીકરી ઘરમાંથી શૌચક્રિયા માટે જવાનું કહી નીકળી અને ત્યાર બાદ રાત્રી પડી જવા છતાં ઘરે પરત ન ફરતાં અમે તેને શોધવા ગામમાં આટાફેરા માર્યા પણ તે મળી નહિ અને અમને શંકા ગઈ કે નક્કી દાહોદનો રહીશ અને હાલ ઝઘડિયામાં રહેતો દિપુ બારીયા દીકરીને ભગાડી ગયો હશે કેમ કે દીકરી અવારનવાર એ યુંઅવક સાથે મોબાઈલ પર વાતો કરતી હતી. અમે યુવકના ઘરે જઈને તપાસ કરી તો એ પણ ઘરે હાજર ન હતો. તેથી અમે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવી છે.

હાલમાં આ ફરાર થઇ ગયેલાં યુવાન અને સગીરાને શોધવા માટે પોલીસ ટેકનીકલ સર્વેલન્સ તથા અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહી છે અને આવનારા દિવાસો બંનેનું લોકેશન શોધી કાઢવાનું પોલીસ જણાવી રહી છે.

Bookmark Now (0)