ડેડીયાપાડા: 149- વિધાનસભામાં બીજેપીનાં ઉમેદવાર તરીકે હિતેશ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું. પૂર્વ વનમંત્રી મોતીલાલ વસાવા, શંકર વસાવા, મનજી વસાવા, સોનજી વસાવા, મહેશ વસાવા, સહિત અનેક દિગ્ગજોના પત્તા કપાયા છે.

Decision  Newsને મળેલી માહિતી મુજબ આજરોજ 12/11/22 નાં સવારે ભાજપના બાકી રહેલા ઉમેદવારો પૈકી ડેડીયાપાડા 149- વિધાનસભાની સીટના ભાજપના ઉમેદવાર તરીકે હિતેશભાઈ (ભોલો) દેવજીભાઈ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ટિકિટ માટે અનેક દિગ્ગજ નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી પરંતુ આજે સવારે બીજેપી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં હિતેશ વસાવાનું નામ જાહેર થતા અનેક દિગ્ગજોના પત્તા કપાયા છે. ભાજપે આ વખતે અનેક સીટો પર નવા ચહેરાઓને મોકો આપી મેદાનમાં ઉતાર્યા છે ત્યારે ડેડીયાપાડા સીટ પર જિલ્લા પંચાયત સદસ્ય અને યુવાએવા હિતેશ વસાવાને ટિકિટ આપી છે.

આ સીટ પર વાત કરવામાં આવે તો ચો-પાખીયો જંગ જામશે સાથે જ આમ આદમી પાર્ટી કોંગ્રેસ BTP એ ઘણા સમય અગાઉ ઉમેદવારો જાહેર કર્યા છે અને ચૂંટણીનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં વિરોધનાં સૂરના ઉડે એ હેતુસર લેટ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તેવું હાલ લાગી રહ્યું છે. હિતેશ વસાવાનું નામ જાહેર થતા નર્મદા જિલ્લા પંચાયતનાં અધ્યક્ષ પયુર્ષા બેન તથા મોટીસંખ્યામાં અન્યકાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા અને જીત માટે એડીચોટીનું જોર લગાવીશું તેમ જણાવ્યું હતું.