નવીન: વર્તમાન સમયમાં પણ આદિવાસી લોકોની સંસ્કૃતિના અને તેના રીતરીવાજો અન્ય સમાજ કરતાં અલગ જ જોવા મળતા હોય છે ત્યારે  આદિવાસી સમાજમાં પોતાના પૂર્વજો અને તેમણે આપેલા સંસ્કારનું કેટલું મહત્વ છે તે આ હરાદ ઉત્સવની ઉજવણી અને માનતા પરથી લગાવી શકાય છે.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે  આદિવાસીઓ ચોમાસે પહેલા વરસાદે જે કાકડી ચીભડાં, કોળા દૂધી વગેરે રોપતા એ આ સિઝને તૈયાર થઈ જતાં અને આપણને આ ખેતી કરવાનું આપણા પૂર્વજો એ પેઢી દર પેઢી શીખવ્યું હતું, વળી આપણે આપણા પૂર્વજોના મુત્યુ બાદ કાયમની યાદગીરી રાખવા ખતરા બેસાડતા હતા, તો આપણે ખેતીનો આ પાક સૌ પ્રથમ આપણે ખતરા બેસાડેલા પૂર્વજો સામે મૂકતા હતા કે તમારો આભાર તમારા થકી જ આજે અમે ખેતી કરવાનું શીખી જીવન જીવી રહ્યા છે.

આપણે આપણા પૂર્વજોનો આ રીતે આભાર માનતા અને આ સીઝનમાં થનાર વેલાવાળા શાકભાજી ફળ વગેરે એમને અર્પણ કરતા જેને આપણા પૂર્વજો હરાદ કહેતા. જેને બીજી અન્ય કોઈક સ્વર્ગ નરક આત્મા વગેરે સાથે કંઈ પણ લાગતું વળગતું નથી.