નવસારી: આજરોજ નવસારી જિલ્લામાં ભારતમાલા પ્રોજેકટ ની જમીન સંપાદન માટેની પ્રક્રિયામાં વાંસદા અને ચીખલી તાલુકામાં વાંધા સુનાવણીમાં વાદ – વિવાદ થયા ના 40 દિવસે પણ નવસારી તાલુકામાં સુનાવણી નહી થઈ અને પૂરજોશમાં શરૂ થયેલ ભારતમાલા પ્રોજેક્ટની પ્રક્રિયા ઉપર બ્રેક લાગી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ બે તાલુકાની વાંધા સુનાવણી થઈ ગયા બાદ નવસારી તાલુકાની સુનાવણી અટકી છે. દેશવ્યાપી ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત નેશનલ હાઇવે જે જાલ બિછાવાઈ રહી છે તેમાંનો એક સુરત ચેન્નાઈ હાઈવે પણ છે. નવસારી જિલ્લાના 26 ગામમાંથી પસાર થનાર આ નવસારી ચેન્નાઈ હાઈવેનું જાહેરનામું 19 મી મેના રોજ અખબારમાં પ્રસિદ્ધ કરી વાંધા અને સૂચનો મંગાવ્યા હતા, જે અંતર્ગત ઘણા વાંધા સૂચનો રજૂ થયા હતા. આ વાંધા સુચનોમાં ઘણાએ તો પ્રોજેક્ટ નો જ વિરોધ કર્યો હતો તો કેટલાકે જમીનના વળતર અંગેના સૂચનો કર્યા હતા. વાંધા સૂચનો રજૂ થયા બાદ ગત 10 થી 12 ઓગસ્ટના અરસામાં જમીન સંપાદન અઘિકારી દ્વારા વાંધા અરજીઓની સુનાવણી વાંસદા અને ચીખલી તાલુકાની યોજાઈ હતી. આ સુનાવણી દરમિયાન વાંસદા તાલુકાના મોટાભાગના અસરગ્રસ્તોએ તો મોરચો કાઢી સુનાવણીનો અને પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો તો ચીખલી તાલુકામાં કેટલાકે સુનાવણીમાં ભાગ લીધો હતો અને અનેક અસરગ્રસ્તોએ સુનાવણી નો કાર્યક્રમ 12 ઓગસ્ટના રોજ પુર્ણ થયાં બાદ નવસારી તાલુકાની સુનાવણી બાકી રહી હતી. જોકે આજે 40 દિવસ થયા છતાં નવસારી તાલુકાની સુનાવણી થઈ નથી. હવે આ બાકી રહેલ સુનાવણી ક્યારે થશે એ કાર્યક્ર્મ બહાર પાડ્યો નથી.

ચીખલી અને વાંસદા તાલુકાની વાંધા અરજીની સુનાવણીનો કાર્યક્ર્મ જાહેર થયા બાદ આટોપાયા ને 40 દિવસ થવા છતાં નવસારી તાલુકાના 8 ગામોની સુનાવણી થઈ નથી આ કાર્યક્ર્મ પણ જાહેર થયો નથી. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ હાલ પ્રક્રિયા ઉપર બ્રેક મારવામાં આવી છે. કદાચ તેનું કારણ બે તાલુકામાં થયેલા વાદવિવાદ પણ હોઈ શકે. દિવાળી પછી આ આગામી વિધાનસભા ની ચુંટણી બાદ આગામી પ્રક્રિયા થવાની પણ શક્યતા છે.