નસવાડી: હાલમાં જ નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારને જોડતા બ્રિજનું અધૂરું કામ છોડી કામ કરનાર અક્ષય કન્ટ્રક્શન એજન્સી દ્વારા કામ અધુરું છોડી દેવામાં આવ્યું હતું હવે નવી એજન્સીએ કામ શરૂ કર્યું છે. નવી એજન્સીએ 3.કરોડ 40 નું બાકીનું કામ ફાળવવામાં આવ્યું છે. બાકી રહેલું કામ 90 દિવસ કોન્ટ્રાક્ટરને ફાળવવામાં આવ્યા છે. જો 90 દિવસમાં કામ પૂર્ણ કરી દેવામાં આવશે તો અંતરિયાળ વિસ્તારમાં આવેલા 50 થી વધારે ગામોને ફાયદો થશે.

નસવાડી તાલુકાના રાયપુર ખુશાલ ગામ વચ્ચે મેંણ નદી પર લોકોની સુવિધા માટે સરકાર દ્વારા બ્રિજ મજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ એજન્સી દ્વારા બ્રિજના પિલર કાઢ્યા બાદ કામ જ બંધ કરી દેવામાં આવ્યું છે. હવે બાકીનું કામ પૂર્ણ કરવા રી ટેન્ડર કરવામાં આવ્યું અને બીજી એજન્સીને કામ ફાળવવા આવતા કામ શરૂ કરવામાં આવ્યું છે. વર્ષો જૂની માંગણી હતી જેને લઈ સરકારે બ્રિજ મજૂર કર્યો પરંતુ આ એજન્સીની બેદરકારીના કારણે લોકો પરેશાન છે. હવે અંદાજે 50 જેટલા ગામોને જોડતો આ મેજર બ્રિજ બની રહ્યો હતો. બાકીની કામગીરી ત્રણ કરોડ 40 લાખના ખર્ચે બનશે.. અક્ષય કન્ટ્રક્શન દ્વારા 16/10/2021 ના રોજ ચાલુ કરવામાં આવ્યો હતું. જે કામ થયું છે તેનું એક કરોડ ઓગણ ચાલીસ લાખ ચુકવવામાં આવ્યા હતા. જો કામ નહીં ચાલુ કરે તો બ્લેક લિસ્ટમાં નાખવામાંની કામગીરી હાથ ધરવામાં આવશે. 25 ટકા ડાઉન ટેન્ડર ભરીને કમાવાની લાલચ રાખનાર એજન્સીએ હવે કામ બંધ કરી દીધું છે. અત્યાર સુધી બ્રિજના પિલર કાડવામાં આવ્યા છે. આગળ કામ કરવા માટે પુર જોશમાં કામગીરી ચાલી રહી છે.

અત્યાર સુધી ડુંગર વિસ્તારના લોકો લો લેવલના કોઝવે પરથી પસાર થતા હતા જેને લઈ ચોમાસાના સમય ગાળા લોકોને નદી પસાર કરવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. નદીમાં પાણી ઉતરી જાય ત્યાં સુધી કલાલો સુધી પણ નદી કાંઠે બેસી રહેવું પડતું હતું. આ કામ કરનાર નવી એજન્સી કામ સમય મર્યાદામાં પૂર્ણ કરી દેશે તો લોકોને ખૂબ ફાયદો થશે.