ચીખલી: વલસાડ બારડોલી રૂટની ST બસ પોતાના રૂટ પ્રમાણે નિયમિત જઈ રહી હતી ત્યાં રાનકુવા ગામે પહોંચતા અચાનક કન્ડક્ટર વિનોદભાઈ ભંડારીની તબિયત લથડી. Decision Newsને જાણ થતાં તાત્કાલિક કંડકટર ની મુલાકાત લેતા ડ્રાઈવર અને બસમાં મુસાફરો સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે જ્યારે વલસાડ ST ડેપોથી બસ સમયસર નીકળી ત્યારે કન્ડક્ટર ની તબિયત એકદમ સારી હતી અને વલસાડ થી ચીખલી અને રાનકુવા સુધીના મુસાફરોની ટીકીટ તેમજ મુસાફરોને બસ માં લેવાના તેમજ પોત પોતાના સ્ટેશને ઉતારવાની કામગીરી સારી રીતે કરતા હતા.પરંતુ રાનકુવા નજીક પહોંચતા ચાલુ બસ એ આખું શરીર પરસેવાથી રેભઝેભ થઈ ગયુ હતુ અને ચાકર અને આંખે અંધારા આવતા તેમણે ડ્રાઈવર અને મુસાફરોને જણાવ્યું હતું.

એ સમય દરમ્યાન બસ રાનકુવા ગામે પહોંચી ગઈ હતી. અને મુસાફરો અને ડ્રાઈવર એ સમય સૂચકતા દાખવી બસ સીધી રાનકુવા સેવા હોસ્પિટલ લઈ ગયા હતા અને તાત્કાલિક મુસાફરોએ માનવતા દાખવી કન્ડક્ટર વિનોદભાઈ ભંડારી ને રાનકુવા સેવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં અનેક રિપોર્ટ કરવામાં આવતા દરેક રિપોર્ટ નોર્મલ આવ્યા ડ્રાઈવર અને મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. અને બસ ના ડ્રાઈવરે મુસાફરો ને જવા માટેની સગવડ કરી આપવામાં આવી હતી.

આઘટનાની જાણ કંડકટર વિનોદભાઈ ભંડારી ના પરિવારને કરતા તાત્કાલિક રાનકુવા સેવા હોસ્પિટલ પહોંચી આવ્યાં હતા. અને કન્ડક્ટર વિનોદભાઈ ભંડારી બારડોલીના વાતની હોવાથી એમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા ની કવાયત હાથ ધરી હતી. બસમાં બેસેલા મુસાફરો એ સમય સૂચકતા દાખવી એક ક્ષણભરનો સમય સાચવી કંડકટરને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડતા માનવતાના દર્શન થયા.