ચીખલી: વિધાનસભા 2022 ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચીખલી તાલુકાના રાનકુવા ઘેરિયા સર્કલ પર આમ આદમી પાર્ટીનુ સ્ટોલ ગોઠવી ગેરંટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા. જેમાં સ્થાનિક લોકોએ ઉત્સાહ ભે૨ ગેરંટી કાર્ડ મેળવ્યા.

ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો પોતાના મુદ્દાઓ લોકો સમક્ષ રજૂ કરતાં હોય છે, દિલ્હી અને પંજાબમાં કેજરીવાલની સરકાર બનતા પાર્ટીના મેનીફેસ્ટો મુજબ સુવિધાઓ આપી રહી છે, હાલમાં ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી સક્રિય ભૂમિકામાં જણાય છે ત્યારે એમની ગેરેંટી વિવિધ વિસ્તારોમાં અપાય રહી છે, આજે રાનકુવામાં વીજળી, રોજગાર અને મહિલા ગેરંટીના કાર્ડ આપવામાં આવ્યા.

ગેરંટીના કાર્ડ આપવા પ્રસંગે લોકોએ ઉત્સાહ દાખવી પોતે રજિસ્ટ્રેશન કરાવ્યા, અને કલાકો સુધી કાર્ડ મેળવવા લાઈનો લાગી હતી અને કેજરીવાલજીની સરકાર બનાવવા નિશ્ચય કર્યો.