નવસારી: વર્તમાન સમયમાં રાજ્યના એસટી બસના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. નવસારી એસટી ડેપો પર સરકાર વિરોધી સૂત્રો બોલાવી એસટી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ગઈકાલે તમામ એસટી ડેપોના કર્મચારીઓ પડતર મંગણીઓને લઈને 22 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરશે તેવી જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં STના કર્મચારીઓએ પડતર માંગણીઓ લઈને અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા હતા ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે STના કર્મચારીઓને ગ્રેડ પે અને 17% વધુ મોંઘવારી ભથ્થું આપવાની અને પડતર માંગણીઓ ઉપર ચર્ચા કરી નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. પણ બાદમાં શું પરિણામ આવ્યું નહિ.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લા ના એસટી ડેપોમાં STના ડ્રાઈવર અને કંડકટર સહિતના કર્મચારીઓએ સરકારનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે 22મી સપ્ટેમ્બરની મધ્ય રાત્રિથી રાજ્યની અને નવસારી જિલ્લાની તમામ ST બસના પૈડાં થંભાવી દેવાની ચીમકી અપાઈ છે.