વાંસદા: ઈર્ષા એટલે આપણી સાદી ભાષામાં બળતરા થવી કે બળવું. પ્રેમ સત્યનિષ્ઠા પ્રમાણિકતા દયાની જેમ ઈર્ષ્યા પણ માનવમાં રહેલો એક ગુણ કે ભાવનાત્મક બાબત છે. ઈર્ષાને સાદી ભાષામાં સમજીએ તો કોઈ બાબત કે વસ્તુ પ્રત્યે વધારે લગાવ ધરાવવો કે કંઇક ગુમાવવાનો ડર છે. ઈર્ષા એ એક ભાવનાત્મક બાબત છે જે વ્યક્તિના નકારાત્મક વિચારધારાના કારણે એનામાં ઉદભવે છે. ઈર્ષાના ઘણા કારણો હોઈ શકે છે જેવા કે વધારે પડતું લાગણીશીલ કોઈક બાબત પ્રત્યે હોવું કંઇક સ્વીકાર કરવાની પચાવી શકવાની ક્ષમતા ના હોવી.
ઈર્ષાના કારણે વ્યક્તિ ચીડ ચીડયો ગુસ્સાવાળો અતિ લાગણશીલ કે વારંવાર ઈર્ષા કરવાના વલણથી વ્યક્તિ ગુનાહિત માનસ વાળો બનીને ગુનાહિત પ્રવૃતિ તરફ પણ વળી શકે છે. અને બદલો લેવા જેવી ભાવના એનામાં પેદા થઈ શકે છે. એવું નથી કે ઈર્ષાળુ માણસ ખરાબ જ હોઈ એની માનસિકતા કે એની નકારાત્મક વિચારસરણી એને આવો બનાવે છે. કોઈ ઈર્ષા કારણે કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે વધારે લાગણીશીલ કે પ્રેમાળ બને અને લોકોથી એને દૂર રાખવાનો કે એને ખોવાનો ડરથી એને એટલે કોઈ વસ્તુ કે બાબતને બીજા સાથે શેર ન કરે કે હળવા ભળવા ન દેય એ. એ બાબત એમ તો એ વ્યક્તિની દૃષ્ટિએ સાચી અને સારી છે. પણ માનવીય ગુણો સામાજિક રીતિ નીતિના કારણે એ ખોટું છે.
ઈર્ષા કોઈપણ કરી સકે છે મિત્રો મિત્રો વચ્ચે પણ થઈ શકે છે માતા પિતા બાળક પ્રત્યેનો પ્રેમ બાબતે પ્રેમી પ્રેમિકા પ્રત્યે નોકરી બાબતે સહકર્મીઓ સાથે વગેરે વગેરે. ઈર્ષાનું મૂળ કારણ જ એ છે કે આપણે કંઇક સ્વીકારી કે પચાવી શકતા નથી. એ સફળતા બી હોઈ શકે છે ને આત્મસન્માન કે પ્રેમ પણ. કોઈ ભાવનાત્મક બાબત કે વસ્તુને તમે સ્વીકારતા થઈ જશો તો ઈર્ષાની લાગણી આપોઆપ દૂર થઈ જશે. ઈર્ષા એક અવગુણ છે આધુનિક સમાજમાં એને કોઈ સ્થાન નથી. છતાં અમુક ભણેલા ગણેલા “મેન્ટલી અનફીટ” માણસો આવા ગુણોને સંગ્રહીને એનો વારસો આગળ વધારી રહ્યાં છે જે ખૂબ જ દુઃખદાયક બાબત છે. સકારાત્મક વિચાસરણી અને દરેક બાબતને સ્વીકારતા પચાવતા ને સરખામણીથી દુર રહસો તો ઈર્ષા જેવી ભાવના આજુબાજુ ભટકસે પણ નહીં.
BY: કિરણ પાડવી વાંસદા “બેટમેન” (PI)