ડાંગ: હાલમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના ડાંગના પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત થઈ રહેલ “ડેબા” ધોધ ખાતે અંકુશ પુરોહિત ફાઉન્ડેશન વ્યારા અને ડાંગી ટ્રેકર્સ ટી આર કામડી દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ વઘઈ તાલુકામાં આવેલ ભાલખેત ગામે “ડેબા પાડા” ધોધ આવ્યો છે. અંદાજે 30 ફૂટ ઉપર થી પડતો ધોધ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય. ત્યારે ખુબજ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. લોકો ધોધની સુંદરતા માણવા અને તેમાં નાહવા દૂર દૂર થી આવે છે. અને પ્રાકૃતિક આનંદ માંણે છે, ડાંગમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે ડાંગી ટ્રેકર્સ અને “અંકુશ પુરોહિત ફાઉન્ડેશન” ભાલખેત તેમજ ચિખલા ગામના બાળકો સાથે મળીને સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

તુષાર કામડી જણાવે છે કે ડાંગની આ સુંદરતા જે ઘણા વર્ષો થી ટકી રહી હતી. આજે એ શહેરોના કચરાના લીધે. આ સુંદરતામાં ડાઘ લાગે એમાં કોઈ નવાઈ નથી. ડાંગ એક પ્રાકૃતિક જિલ્લો હોય ડાંગની ફરતે પ્રવેશ દ્વાર પાસે ફોરેસ્ટ ચેક પોસ્ટ આવી હોય છે. જો ત્યાંથી જ આ પ્રવાસીઓને પ્લાસ્ટિક સાથે પ્રવેશ બંધ કરી દેવું જોઈએ. આટલી સુંદર જગ્યાની જાળવણીનું કામ દરેક પ્રકૃતિ પ્રેમીનું હોય છે. અમુક પ્રકૃતિ પ્રેમીના બહાને અમુક રસિયાઓ માત્ર અને માત્ર દારૂની મેહફીલ માણવા જ આવા સ્થળોએ આવે છે. આ પણ એક સેવાકીય પ્રવૃત્તિ જ કેહવાશે. અને પર્યાવરણ તેમજ આ સુંદર ડાંગનું જતન થશે જાણવણી થશે.