સાપુતારા: ડાંગના આહવા મથક અને સાપુતારા ઘાટ વાળા રસ્તાઓના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી જ રહે છે ત્યારે ગતરોજ GJ -04 BE-9468 નંબર ની કારના ચાલકનો સ્ટિયરીંગ પર કાબુ ન રહેતા એક ગંભીર અકસ્માત થયો હતો.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે વડોદરા થી નાસિક જતી GJ -04 BE-9468 નંબર ની કાર વઘઇથી સાપુતારા જતાં શામગહાન ગામની નજીકનાં વળાંકમાં ચાલકે અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ કાર માર્ગની સાઈડનાં ખાડામાં ઉતરી ગઈ હતી.
આ અકસ્માતની ઘટનામાં કારના ચેસીસ તથા બોનેટનાં ભાગમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જ્યારે સદનસીબે આ બનાવમાં કાર ચાલકને સામાન્ય ઈજા પોહચી હતી. ઘટના સ્થળે લોકો એકઠા થઇ ગયા હતા.

