કેવડીયા: ભારત આઝાદીની 75મી વર્ષગાંઠનો જશ્ન મનાવી રહ્યું છે. 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસને લઇને તૈયારી પુરજોશમાં ચાલુ છે, અને હવે આ અંતિમ રૂપમાં છે. આ બધાની વચ્ચે આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સ્વતંત્રતા દિવસને ખાસ બનાવવા માટે સરકાર ‘હર ઘર તિરંગા’ કેમ્પેન ચલાવી રહ્યા છે.

આજથી લોકો પોતા પોતાના ઘરે અને પ્રતિષ્ઠાનો પણ તિરંગો ઝંડો ફરકાવશે. ત્યારે ગરૂડેશ્વર તાલુકાના ગાડકોઈ ગામમાં હરઘર તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રીય પક્ષી મોર તિરંગા યાત્રામાં જોવા મળ્યો હતો. તિરંગા યાત્રામાં જોડાયેલા લોકોનું કહેવું છે કે, આ દેશની શાન રાષ્ટ્રીય પક્ષી આઝાદીની 75મી વર્ષગાંઠનું સાક્ષી બન્યું છે અને તિરંગા યાત્રા દરમ્યાન ગામમાં લોકો સાથે મોર પણ લોકોને આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવવા જોડાવવા આહવાન કરતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. વધુમાં જણાવ્યું હતું કે અમારા ગામમાં દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર હર ઘર તિરંગા યાત્રામાં લોકો સાથે ગામમાં ફર્યો એ અમારા ગામ અને લોકો માટે ગૌરવની વાત છે આ ઐતિહાસિક દિવસ હંમેશા યાદ રહેશે.

મહત્વનું છે કે, સરકારે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત પોત પોતાના ઘરે 13 થી 15 ઓગસ્ટ સુધી તિરંગો ફરકાવવાની અપીલ કરી છે.