છોટાઉદેપુર: નસવાડી તાલુકાના ઝરખલી ગામ નજીક મેન કેનાલ પર પૂરઝડપે આવતી બે બાઇક સામસામે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બંને બાઈકો સામસામે ભટકાતા રોડ પર દેશી દારૂની રેલમછેલ જોવા મળી હતી.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ નસવાડી તાલુકાના ઝરખલી ગામ નજીક મેન કેનાલ પર પૂરઝડપે આવતી બે બાઇક સામસામે ભટકાતા ગંભીર અકસ્માત થયો હતો જેમાં દારૂની રેલમછેલ જોવા લોકો ઉમટ્યાં હતા અને આ ઘટનાને લઈને લોકોમાં દારૂબંધી ને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ગુજરાતમાં લઠ્ઠાકાંડ બાદ પણ દારૂની હેરાફેરી પર કોઈ નિયંત્રણ કેમ નહિ ? આ ઘટનાની જાણ થતા જ સ્થળ પર પોલીસ પહોંચી ને દેશી દારૂની પોટલીઓનો નાસ કર્યો અકસ્માતમાં બન્ને બાઇક સવારને ગંભીર ઇજા થતાં સરકારી હોસ્પિટલમાં રીફર કરાયા

