ખેરગામ: થોડા દિવસ પહેલા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે ઘણા ગામોના ઘરો ડુબાણમાં ગયા હતા તેમાં  એક ઘટનામાં ખેરગામ તાલુકાના વાડ ગામના આમલીમોરા મંદિર ફળીયામાં રહેતા નટુભાઈના ઘરમાં 4 ફિટ જેટલાં પાણી ભરાય જતાં જીવનજરૂરી ઘરવખરીને ભારે નુકસાન થયેલ હતું જેની મુલાકાતે આજરોજ નવસારીના સમસ્ત આદિવાસી પ્રમુખ  ડો. નિરવ પટેલ અને યુવાનો પોહચ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ પૂર ઓસર્યા બાદ પણ પરિસ્થિતિ ઘણી કપરી બનતા પરિવારે ફળીયાના યુવા આગેવાન ભૂમિત પટેલ પાસે મદદ માંગી અને ભૂમિતે સમસ્ત આદિવાસી સમાજ, ખેરગામ તાલુકાના પ્રમુખ મિન્ટેશ પટેલ અને મહામંત્રી ઉમેશ પટેલને જાણ કરતા નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ પોતાની ટીમ સાથે આશરે 15-20 દિવસ ચાલે એટલું અનાજ-કરિયાણું-કપડાં લઈને પીડિત પરિવારની આપ્યું હતું ત્યાં જઈને જાણવા મળ્યું કે 7 જેટલાં પરિવારોને આઝાદીના 75 વર્ષો બાદપણ આજદિન સુધી રસ્તો મળ્યો નથી અને ઉનાળામાં પાણી લેવા 2 કિલોમીટર જેટલું ચાલતું જવું પડે છે. આ બાબતે ડો. નિરવ ભુલાભાઇ પટેલે મુખ્યમંત્રીથી લઈને સરપંચ સુધી તમામ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી વર્ષોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી.

આ પ્રસંગે મિન્ટેશ પટેલ, ઉમેશ પટેલ, કીર્તિ પટેલ, દલપત પટેલ, ભૂમિત, મયુર, કાર્તિક, પ્રિન્સ, હર્ષ, અક્ષિતે ઉપસ્થિત રહી પરિવારને આર્થિક સહાય પણ આપી હતી.