ધરમપુર: આપણા આદિવાસી વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોમાં લોકોને વાંરવાર લોહીની અછત ઉભી થાય છે ત્યારે ગતરોજ ધરમપુરના કાંગવી ગામમાં ફ્રેન્ડશિપ-ડે નિમિત્તે સેવ ઈમરજન્સી લાઈફ ફાઉન્ડેશન કાંગવી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 30 યુનિટ રક્ત એકત્રિત કરાયું
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાની મોટી કાંગવી પ્રા. શાળામાં ફ્રેન્ડશિપ-ડે નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજીત આ બ્લડ ડોનેશન કેમ્પમાં પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ, સરપંચ દેવીબેન ચૌધરી, નાની ઢોલડુંગરી બેઠકના અપક્ષ તા.પ. સભ્ય કલ્પેશ પટેલ, આદિવાસી એકતા પરિષદના કમલેશ પટેલે ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. વલસાડ જી.કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલે રક્તદાતાઓને ટિફિનની ભેટ મોકલી હતી.
આ પ્રસંગેને સફળ બનાવવા ડી-સેલ્ફ ગ્રુપ કાંગવીના આયોજક મનીષ દેશમુખ, રવિન્દ્ર પટેલ, વિમલ ગાયકવાડ, નિલેશ ભીસરા, મોહન પટેલ સહિતે જહેમત ઉઠાવી હતી. તેમજ ડી-સેલ્ફ ગ્રૃપ તરફથી રક્તદાતાઓને નારિયેળ છોડ, વોટર બોટલ, સ્ટીલ ડિશ આપી પ્રોત્સાહિત કરાયા હતા.











