આહવા: થોડા દિવસથી આહવા તાલુકાના શામગહાન ગામ અને અન્ય ગામોમાં રોજેરોજ મરઘાઓનું મારણ કરી આતંક મચાવતા દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે ગતરોજ શામગહાનથી સાપુતારા જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ધોળા દિવસે દીપડો કેમરામાં કેદ થયો હતો.

Decision Newsને સ્થાનિકોના કહેવા અનુસાર સવારે 6 વાગ્યાની આસપાસ દીપડો શામગહાનથી સાપુતારા માર્ગની સાઈડમાં નિરાંતથી બેસી જાણે કુદરતી સોંદર્યની મજા માણતો હોય અને તે દિવસનું આયોજન બનાવી રહ્યો હોય એવો સ્થાનિક રહીશોના કેમેરામાં કેદ થઇ ગયો હતો

આહવાના શામગહાન ગામમાં રોજ ની દીપડાની આવન જાવન ના કારણે માણસોની સાથે સાથે પશુઓમાં ભયનો માહોલ ઉભો થયો છે સ્થાનિકોની માંગ છે કે શામગહાન રેંજ વિભાગ આ દીપડાને પક અન્ડીય જગ્યાએ લઇ જાય જેથી ગામમાં ભયનું વાતાવરણ દુર થાય.