ડાંગ: ગુજરાત રાજ્યમાં વધેલી બેફામ મોંઘવારી લઈને ગતરોજ ડાંગની જિલ્લા કોંગ્રેસ સમિતિના દ્વારા મોટી સંખ્યામાં ભેગા મળીને બેફામ વધતી મોંઘવારી અને જીએસટીનાં વિરોધમાં આહવાના આંબાપાડા ફુવારા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવ્યુ હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ પ્રદર્શન વખતે કોંગ્રેસ સમિતિની મહિલાઓ હાથગાડી લઈને તેના પર ગેસનો સિલિન્ડર, તેલના ડબ્બા લઈને ઉગ્ર વિરોધ કરાયો જેમાં પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને આ ઘર્ષણ પછી કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિઈટેન પણ કરવામાં આવ્યા હતા.
ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવારે જણાવ્યું હતુ કે આ સરકારનાં રાજમાં મોંઘવારી આસમાને પહોંચી છે. તેનો સીધો ભાર ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવાર પડી રહ્યો છે. આજે ભાજપ સરકારનાં રાજમાં દારૂનો ભાવ સસ્તો છે અને ખાવાનું તેલ મોંઘુ થયુ છે.

