વિચારમંચ: આજકાલ આપણને આજુબાજુ કે સમાચારપત્રોમાં દરરોજ કે દર બીજા દિવસે વાંચવા અને સાંભળવા મળે છે કે ફલાણા ફલાણા ભાઈ કે બહેનના છૂટાછેડા થઈ ગયા કે છૂટ્ટા થવાની વાતો ચાલે છે. દરેકના મનમાં પ્રશ્ન તો થતો જ હશે કે આ લોકો કેમ છૂટાછેડા લઈ રહ્યાં છે ? શું કામ આવા નિર્ણય પર આવ્યા હશે ? વિચારો પણ ઘણાં આવતા હશે મનમાં અને કારણો અને સમાધાન વિશે પણ મન આમતેમ ગોથે ચડતું હશે.

છૂટાછેડાના ઘણા કારણો હોઈ શકે છે જેવા કે સંઘર્ષ, દલીલો, સંબંધમાં અવિશ્વસનીય ભંગાણ પ્રતિબદ્ધતાનો અભાવ લગ્નેતર સંબંધો સંબંધોમાં અંતર શારીરિક આત્મીયતાનો અભાવ પાર્ટનર દ્વારા ઘરેલું હિંસા, મૌખિક, શારીરિક અથવા ભાવનાત્મક દુર્વ્યવહારની અનુભૂતિ કે એકના જીવનસાથીના મૂલ્યો નૈતિકતા અલગ છે વ્યસનો રોમેન્ટિક આત્મીયતા પ્રેમની ગેરહાજરી એક પાર્ટનર લગ્નમાં પોતાનું વજન વહન કરતો નથી નાણાકીય સમસ્યાઓ દેવું બહુ નાની ઉંમરે લગ્ન બંને વચ્ચે વહેંચાયેલ રસ વગેરે વગેરે.

આજથી લગભગ ૨૦ કે ૨૫ વર્ષ પહેલાં છૂટાછેડાનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. હાલનાં સમયે છૂટાછેડા લેવું એક સામાજિક મોભો કે ક્રેઝ બની ગયો છે. લોકો હાલતા ને ચાલતા છૂટાછેડા લઈ લે છે. આજના નવયુવાનોની વાત કરીએ તો ૧ કે ૨ વર્ષ કે એનાથી ઓછા સમયગાળા નો પ્રેમ સંબંધ રાખે છે અને એ સમય દરમિયાન સાથે જીવવાના કે મરવાના વાયદાઓ એકબીજાને કરે છે. પણ જેવા લગ્ન થાય કે તરત જ આવા વાયદાઓ પરપોટાની જેમ ફૂટી જાય છે. અને પ્રેમથી શરૂ થયેલો સફર કલશના માર્ગે આવી પહોંચે છે અને ધીરે ધીરે સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થાય છે ને આ તિરાડ મોટી ખાઈ બની જાય છે અને લગ્નજીવન તૂટવાની શરૂઆત કે તૂટી જાય છે. લવ મેરેજમાં જ નહી આવી સ્થિતિ એરેંજ મેરેજમાં પણ છે.દરેક કેસોમાં આવું થતું નથી પણ મોટેભાગે આવું જ થાય છે. પણ ખાસ કરીને શિક્ષિત લોકો આવું કરે ત્યારે ખૂબ જ દુઃખ લાગે છે. મોટા મોટા હોદ્દાઓ પર હોવ મસમોટો પગાર મેળવતા હોય છતા આવુ થાય એ કોઈ અંશે યોગ્ય નથી. કામકાજને સમય આપવાની સાથે સાથે પોતાના પરિવારને પણ સમય આપવો એટલો જ જરૂરી છે. જો પરિવાર જ ન રહશે તો આ માલ મિલકત સફળતા હોદ્દો કશા કામની નથી…. અભણ કે ન ભણેલા લોકોમાં આવું ખૂબ ઓછું જોવા મળેશે.. શું છૂટાછેડા થવાનું એક કારણ વધારે પડતું શિક્ષિત હોવું પણ છે ?

હવે પ્રશ્ન થાય છે કે આજની પેઢી પ્રેમ સંબંધ જેવા શબ્દોની અને લગ્ન જેવા પવિત્ર સંબંધની પરિભાષા સમજયા લાગતા નથી. એને લીધે કદાચ છૂટાછેડા લઈ લેતા હશે પણ હાલ તો એક નવો જ ટ્રેડ શરૂ થયો છે છૂટાછેડા લો અને મસમોટી રકમની માંગણી કરો.બને પક્ષે આવું જ થાય છે એ સ્ત્રી હોય કે પુરુષ. તો પછી પ્રેમ ની ભાવના કે લગ્ન જેવા પવિત્ર સંબંધનો અર્થ શું ?

છૂટાછેડા જેવી સમસ્યાનું સમાધાન તો આપણે સ્વયં છીએ અને સમજણ. આપણે શિક્ષિત છીએ છતા આવું કરીએ તો આપણે માનસિક રોગી છીએ એમ સમજી લેવાની જરૂર છે. “ન કહેવા જેવી વાત કે સાસુએ પણ પોતાની વહુને દીકરી સમજવી પડશે.” નણંદએ પણ ભાભીને બેન સમજવી પડશે” અને ખાસ તો ચાપલૂસી છોડવી પડશે…એકબીજાની લાગણી ભાવનાને સમજવાની જરૂર છે. એકબીજાને માન સન્માન પ્રેમ હુંફ આપતા શીખવું પડશે. વડીલ કે સામાજિક પંચ સમક્ષ આવી કોઈ ફરિયાદ આવે તો એનો સામાજિક રીતે કોઈ છુટ્ટું ન પડે એ રીતે ઉકેલ લાવવો જોઈએ. જો છુટ્ટું પાડવું જ હોઈ તો યોગ્ય વ્યાજબી કારણોની ચકાસણી કરવી જોઈએ. સાંભળવામાં આવ્યું છે કે ઘણી જગ્યાએ આવા પંચો પૈસા માટે અને પોતાના અંગત સ્વાર્થ માટે આવી રજૂઆતો આવે તો એને પૈસાના તોલે તોલે છે. આવું ન થવું જોઈએ અને ન કરવું જોઈએ નહી તો લોકોનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી જશે.

“જ્યારે બે લોકો છૂટાછેડા લેવાનું નક્કી કરે છે, ત્યારે તે એક નિશાની નથી કે તેઓ એકબીજાને ‘સમજતા નથી’, પરંતુ એક નિશાની છે કે તેઓ ઓછામાં ઓછું, જીવવાનું કે સમજવાનું શરૂ કર્યું છે.”