વલસાડ: ગતરોજ ગુજરાત સરકારના તુઘલકી નિર્ણય સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએસન, વલસાડના તબિબોએ ઇતિહાસમાં પ્રથમવાર તમામ સેવાઓ બંધ કરી રોષ ભેર વલસાડ કલેકટરને લેખિતમાં રજુઆત કરી પોતાનો મત રાખ્યો હતો.

આ પ્રસંગે વલસાડના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું..

 

ગુજરાત હાઈકોર્ટના મૌખિક સૂચન પર ગુજરાત સરકારના વિભાગો દ્વારા રાજ્યભરની વિવિધ હોસ્પિટલોને અઠવાડિયાની અંદર આઈ.સી.યુ. એક અઠવાડિયાની અંદર ગ્રાઉન્ડ ફ્લોર પર હોવું જોઈએ સહિતના અગિયાર મુદ્દાની નોટિસ પર રાજ્યભરના તબિબોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.જેના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત શાખા સમગ્ર રાજ્યમાં દ્વારા આટલા વર્ષોમાં પ્રથમવાર ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું. આ એલાનના સમર્થનમાં વલસાડના 350 થી વધુ તબિબો જોડાયા હતાં અને વલસાડની તમામે ખાનગી હોસ્પિટલોએ સજ્જડ બઁધ પાડ્યો હતો અને વલસાડ જિલ્લા અધિક કલેકટર મારફતે મુખ્યમંત્રી, ગુજરાતને અનુલક્ષીને લેખિતમાં રજૂઆત કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.