છોટાઉદેપુર: વરસાદે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દિધો હતો.ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નીચાણવાળા વિસ્તારોના ગામડાઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ઘરમાં રહેલો ઘરવખરી સામાન, અનાજ, કપડા અને અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ પાણીના પૂરમાં તણાઈ ગયું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ હાલ આ પરિવારોને જીવન જરૂરિયાત માટે તમામ ઘરવખરી સામાન તણાઈ જવાના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તડવી સમાજના કાર્યકર્તાઓ અને અન્ય સમાજના કાર્યકર્તાઓ દ્વારા તડવી સમાજના પરિવારોને મદદ કરવા આગળ આવ્યા છે. ત્યારે છત્રાલી, અમાદ્રા, છછાદરામાં રહેતા તડવી સમાજના પરિવારોને કપડાની મદદ કરવામાં આવી છે. જેમાં મહિલાઓ માટે જરૂરી સાડી અને પુરુષો માટે જરૂરી પેન્ટ શર્ટ, ટીશર્ટ વિતરણ કરવામાં આવ્યું છે.

જેમાં (૧) તડવી હિતેશભાઈ (કેવડીયા) (૨) તડવી સુરેશભાઈ (બોડેલી) (૩) તડવી દીક્ષિત ભાઈ (નસવાડી) (૪) જીતભાઈ તડવી (સંખેડા) (૫)શૈલેષભાઈ (૬) તડવી પ્રવીણભાઈ (પાદરા) (૭) તડવી રણજીતભાઇ (કાલાઘોડા) (૮) ભીલ દિનેશભાઈ (નસવાડી તીરંદાજી) (૯) રાઠવા ધર્મેન્દ્રભાઈ (જામલી) (૧૦) રાઠોડ અજીતસિંહ દત્તનગર (૧૧) તડવી શૈલેષભાઈ (સંખેડા) (૧૨) તડવી કૌશિકભાઈ (વડોદરા) (૧૩) ડો. હિમાંશુ (સુરત) (૧૪) નયનેશભાઈ તડવી (કલેડિયા વસાહત) (૧૫) ધર્મેન્દ્રભાઈ તડવી (નાના થવડીયા) (૧૬) તડવી મિતેશભાઈ (વસંતપુરા) (૧૭) તડવી વિનોદભાઈ (વસંતપુરા) (૧૮) તડવી પુનમભાઇ (વસંતપુરા) આ તમામ કાર્યકર્તાઓએ ફાળો કરી પૂરગ્રસ્ત વિસ્તારોમાં કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.