ડાંગ: અવિરત વરસી રહેલા વરસાદથી આવેલા પૂરમાં આહવા તાલુકાના ત્રણ અને સુબિર તાલુકામાંથી બે એમ બે તાલુકામાંથી કુલ પાંચ લાશ મળી હાલમાં મળી આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં પુરની ભયંકરતાની લોકચર્ચાઓ તેજ બની છે

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગના કડમાલ ગામના ઇંદરભાઈ પવાર ગુરુવારે ખેતી કામ માટે ખેતરમાં ગયા હતા જે પણ મોડી રાત સુધી ઘરે પાછા ફર્યા ન હતા જેમની લાશ કડમાળ ગામ પાસેના નાળામાં મળી આવી છે. જ્યારે હારપાડા ગામનો પ્રવીણ લાસુ પવાર નામનો ખેડૂત ખેતરમાં રોપણી કરી સાંજના સમયે ઘરે પાછા ફરતી વખતે પૂરના કારણે નદીમાં તણાઇ ગયેલ હતો, જે ત્રણ દિવસ પછી ડીકમ્પોઝ હાલતમાં ગારખડી ગામ પાસેથી મળી હતી.

સુબિરના વડપાડા ગામનો નવલભાઈ ભીખુભાઈ પાટીલ પૂર્ણા નદીમાં તણાતા તેની લાશ લવચાલી ગામની નદીમાંથી મળી આવી. ઢોંગીઆંબા ગામનો ધોરણ ૭નો વિદ્યાર્થી રોહિત જીતેશ દીવા તણાયો હતો જેની લાશ વઘઇ તાલુકાના દરડી ગામની નદીમાંથી મળી આવી. પુરના પાણી ઓસરતાં જ આ દૃશ્યો સામે આવ્યા છે. આ બાબતે તંત્ર શું પગલા લેશે એ જોવું રહ્યું.