ધરમપુર: આજરોજ સતત ત્રણ ચાર દિવસથી પડી રહેલા વરસાદના કારણે આંબોસી ભવઠાણમાં આવતા ત્રણ (3) પુલ સાંકડા તેમજ નીચા હોવાથી થોડીક વાર જો સતત વરસાદ આવેલ હોય તો નદી ભરાઈ અને પુલ પરથી પાણી વહેવા લાગ્યું છે.

જુઓ વિડીયો…

Decision Newsને સ્થાનિક સ્રોત જમસીભાઈ માહલા પરથી મળેલી માહિતી મુજબ હાલમાં આ પુલ પરથી આમ થી તેમ પગ પાળા અવર-જવરની તેમજ વાહન વ્યવહાર ની ખુબ તકલીફ પડી રહી છે. અત્યારે ગામમાં કોઈ બીમાર પડ્યું અને ઇમરજન્સી હોય તો તેની સગવડ પૂરી થઈ શકશે નહિ. દૂધવાળા વાહન વ્યવહાર ન થવાના કારણે લોકોનું દૂધ પણ બગડી જવાની સંભાવના છે.

હાલમાં ગામમાં આમ કોઈ પણ પ્રકારની સગવડ પૂરી થઈ શકતી નથી. કારણ કે પુલ પરથી ઉતરી શકાય તેવી શક્યતા હોતી નથી. અને જો સતત વરસાદ હોય તો પસી બોવ મુશ્કેલી સર્જાય છે. જેથી જ્યાનું ત્યાજ અટવાઈ જાય છે. આ બાબતની ફરિયાદ વર્ષોથી ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે પણ આ ઉઘતું વહીવટીતંત્ર રામ જાણે ક્યારે જાગશે. આ ચોમાસમાં પણ ફરી એ જ તકલીફ સહવાનો વારો ગ્રામજનો છે એવું લાગે છે.