સંખેડા: જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સહયોગથી શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન વડોદરા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટપુર તાબાના ટીબીની સારવાર લઈ રહેલા ૧૦ જેટલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરીને આપવા માટે કાર્યક્રમ ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો.
શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઇ લિંબાચીયા એ જણાવ્યું હતું. દેશમાં થી વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબી રોગ નાબૂદી માટે દેશના માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવેલ આહવાનના પગલે દર્દીને નિઃશુલ્ક સારવાર ઉપરાંત પૌષ્ટિક આહાર ની કમી ન રહે અને સારું પૌષ્ટિક આહારના કારણે સારવારની અસરકારકતા વધે અને નક્કી કરવામાં આવેલ સારવાર લીધા બાદ દર્દી સંપૂર્ણ રીતે રોગમુક્ત થાય તે માટે શરું કરવામાં આવેલ ઝૂંબેશમાં સેવાભાવી સંસ્થાઓ તથા સેવાભાવી દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન ના પ્રમુખ કનુભાઇ લિંબાચીયા, સંસ્થા ના ટ્રસ્ટીઓ ગીરીશભાઈ ગાંધી તથા જનકભાઈ પટેલ ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારી ડો વૈશાલી પરમાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટપુરના ડો.નિખાર વાઘેલા, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા, તાલુકા ટીબી સુપરવાઈઝર ઓમપ્રકાશ કામોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર અતુલ પટેલ તેમજ ભાટપુર ગ્રામ પંચાયતના સરપંચ પ્રમોદભાઈ તડવી સહિત લાભાર્થી ટીબીના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

