ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના થાલા ગામે આવેલા એગ્રો ફૂડ પ્રાઈવેટ લિમિટેડ નામની સંસ્થામાં ગોડાઉનમાં બે તસ્કરોએ ગોડાઉનનું શટર ઊંચું કરી અલગ અલગ કંપનીના તેલના ડબ્બા અને જવના કટ્ટાની ચોરી કરી સામાન બોલેરો પીકઅપ વાનમાં ભરીને નાસી છૂટયા હતા.

આ ચોરીની ઘટના CCTV માં કેદ થઈ હતી. આ અંગેની જાણ ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગોડાઉનનું શટર ઊંચું જણાતા ચોરી થવાની જાણ થઈ. થાલા ગામ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ I.H.M એગ્રો ફૂડસ પ્રાઈવેટ લિમિટેડના સંચાલક ઈકબાલભાઈ હબીબભાઈ મેમણએ ફરિયાદ નોંધાવી છે. કે, 21મી જૂનના રોજ રાબેતા મુજબ ઓફિસ અને ગોડાઉનના ચાર નંબરનું શટર ઊંચું જણાતા ચોરી હોવાનું માલુમ પડયું હતું. ગોડાઉનમાં સ્ટોકની ગણતરી કરતા કોર્ન હેલ્થના 57, ગુલાબસિંગ તેલના 12, કપાસિયા સીંગતેલના 12 નંગ મળી કુલ 72 ડબ્બા સહિત જવના 12 કટ્ટાની ચોરી થઈ હતી.

આ સમગ્ર મામલે તેઓએ ગોડાઉનમાં રાખેલા CCTV ચેક કર્યા હતા. જેમાં કેટલાક CCTV કેમેરા તસ્કરોએ ફેરવી નાખ્યાં હતાં. પરંતુ બીજા સ્થળે લગાવેલા સીસીટીવમાં ચેક કરતા 22મી જૂન રાત્રિના 2:15 વાગ્યાથી 3:30 દરમિયાન બે તસ્કરો ગોડાઉનના ચોથા નંબરનો શટર કોઈ સાધન વડે ઊંચું કરી ગોડાઉન માંથી તેલના ડબ્બા બહાર લઈ જતા હોય તેવું દેખાયું હતું. ચોરીમાં તેલના ડબ્બા અને જવના કટ્ટા આરામથી ચોરી પીકઅપ વાનમાં ભરીને નાસી છૂટયા હતા. આ મામલે હવે ચીખલી પોલીસ તપાસ કરી રહી છે.

Bookmark Now (0)