વાંસદા: કોઈ એમ પૂછે કે વાંસદામાં અકસ્માતોનું હોટસ્પોટ ક્યા છે તો વાંસદાનો કોઈ પણ વ્યક્તિ પહેલા ખડકાળાનું નામ લેશે.. કારણ કે એક બે દિવસમાં આ ખડકાળા સર્કલ કોઈ ને કોઈ અકસ્માતની ઘટના બનતી જ હોય છે ગતરોજ રાત્રીના 8: 20 વાગ્યાની આસપાસ બે કારના અકસ્માતની થયાની ઘટના સામે આવી હતી.

જુઓ વિડીયો…

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ ડીવાઈડરના લીધે કાર રોંગ સાઈડ પર ગઈ હતી હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યાં ગત રાત્રીએ ફરી એક વખત સુરતની બે કાર સાપુતારાથી પરત ફરી રહી હતી ત્યારે ખડકાળા પાસે તુટેલા ડીવાઈડર પર ચઢી ગઈ હતી પણ નસીબ જોગે અડધે અટકી ગઈ હતી. Decision Newsને સૂત્ર પાસેથી  મળેલી જાણકારી મુજબ બંને કારોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. જ્યારે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી.