ચીખલી: ગુજરાત સરકાર શાળાઓમાં પ્રવેશોત્સવની ૨૩ જુનથી ઉજવણી કરી રહી છે ત્યારે નવસારી જિલ્લાના ચીખલીના સાદડવેલ સોનારીયા પ્રા. શાળાના ઓરડાઓ સાવ બત્તર હાલતમાં હોવાના લઈને ગ્રામજનોએ રજુવાત કરી હતી અને માંગણી કરી હતી કે શાળામાં બાળકો માટે નવા ઓરડાઓ બનાવવામાં આવે નહિ તો ગ્રામજનો શાળા પ્રવેશોત્સવનો વિરોધ કરશે પણ આજે ગ્રામજનોએ વિરોધ પણ નોધાવ્યો હતો.

જુઓ વિડીયો..

પંકજ પટેલનું કહેવું છે ચીખલીના સાદડવેલ સોનારીયા પ્રા. શાળાના નવા ઓરડાઓ બનાવવામાં મંજૂરી ન મળતા બાળકોને બહાર ઓટલા પર બેસવાની સ્થિતિ લઈને આજે શાળા પ્રવેત્સોવ નો વિરોધ સરપંચશ્રી ડે. સરપંચ ,પં. સભ્યો ગામ આગેવાનો વાલીઓ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પણ આ મુદ્દે શાળામાં આવેલ રાજકીય આગેવાનો કે નવસારીના શિક્ષણનું વહીવટીતંત્ર આંખ આડા કાન કરી આટલા વિરોધ છતાં એક શબ્દ પણ બોલવાની તસ્તી લીધી નથી. બાળકો કોના ભરોસે ભણશે? કેવી રીતે ભણશે ગુજરાત ? આ એક મોટો અને મુંઝવતો સવાલ છે.

Bookmark Now (0)