વઘઇ: ગતરોજ વઘઈના સાજુપાડા ગામમાં એક વ્યક્તિએ પોતાની પત્ની સાથેનાં આડા સબંધનાં વહેમમાં બીજા ઈસમનાં પેટમાં ઉપરાઉપરી ચપ્પુના ઘા મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યા ની વઘઇ પોલીસ સ્ટેશનમાં  ફરીયાદ નોંધવામાં આવી છે.

વઘઇ તાલુકાના પાતળી ગામમાં રેહતા નાનુભાઈ છગનભાઈ પવાર પોતાના સગા સંબધી સાથે GJ-05-BU-9363 નંબરની પીકઅપ લઈને સાજુપાડા ગામમાં લગ્નમાં ગયા હતા. જ્યાં સાંજે 7:00 વાગ્યાના સમયમાં નાનુભાઈ પવાર જમણવાર કરી બેઠા હતા. ત્યારે સાજુપાડા ગામના સુનિલભાઈ પવાર હાથમાં ચપ્પુ લઈ આવી કહેવા લાગ્યો કે મારી પત્ની સાથે આડા સંબધ કેમ રાખેલ છે આમ કહી હાથમાં રહેલા ચપ્પુ વડે નાનુભાઈ પવારનાં પેટમાં ઉપરાઉપરી ઘા કરી દીધા હતા.

મળેલી માહિતી પ્રમાણે નાનુભાઈ પવાર આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને નાનુભાઈ પવારે વઘઇ પોલીસને ફરિયાદ આપી છે જેની હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Bookmark Now (0)