ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકામાં બોપી જિલ્લા પંચાયત અને આબોસી ભવઠાણ જિલ્લા પંચાયત સીટના લુહેરી, ખાંડા, નડગધરી, શિશુમાળ, હનમતમાળ, બોપી, જામલિયા, સૌન્દર, પાંડવખડક, આબોસી ભવઠાણ ગામોમાં વિકાસના કામોનું ખાર્તમૂહર્ત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી મહિન્દ્રભાઈ ચૌધરી ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાઢુ તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન ગાવિત તાલુકા ભાજપ મહામંત્રી અક્ષયભાઈ પટેલ ઉપપ્રમુખ વિમલભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય કાકડભાઈ ગાંવિત ઉપસ્થિતિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ ઉપરાંત ધરમપુર તાલુકા ન્યાય સમિતિ અધ્યક્ષ પિયુષભાઈ માહલા તાલુકા પંચાયત સભ્ય મોહનભાઇ, ગમતીબેન, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી અને કાર્યકરો હાજર રહ્યા..