પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ખેરગામ: ગતરોજ ખેરગામના ભૈરવી ગામના તાડ ફળિયામાં રેહતા ભુપેન્દ્ર પટેલ નામના યુવક દ્વારા અજાણ્યા કારણોસર ઔરંગા નદીમાં બ્રિજ ઉપરથી છલાંગ લગાવી હતી ત્યારે નદીમાં પાણી ઓછું હોવાના કારણે પથ્થર સાથે માથાનો ભાગ ટકરાવવાના કારણે મોત થયાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.

Decision Newsને સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ખેરગામના ભૈરવી તાડ ફળિયામાં રહેતા ભુપેન્દ્ર કુમાર કિશોરભાઈ પટેલ બહેજના કુતિખડક ઔરંગા નદીના નહેરના પુલ ઉપરથી કોઈ અજાણ્યા કારણોસર નદીમાં કુદકો માર્યો હતો. નદીમાં પાણી ઓછું હોવાના કારણે તેનું માથું પથ્થર સાથે જોરમાં ભટકાતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. બનાવ બન્યા પછી ભુપેન્દ્રભાઈને તાત્કાલિક ધોરણે ખેરગામની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

મૃતકના પિતા કિશોરભાઈ પટેલે દ્વારા આ દુ:ખદ ઘટનાની જાણ અને ફરિયાદ ખેરગામ પોલીસ કરવામાં આવી હતી. આ બનાવની આગળની તપાસ એ.એસ.આઇ કુણાલભાઈ કરી રહ્યા છે. આવનારા સમયમાં આપઘાતનું સાચું કારણ બહાર આવશેની લોકચર્ચા સ્થાનિક સ્તરે થઇ રહી છે.

Bookmark Now (0)